Uncategorized

વેજલપુર પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી ગોમતીપુર પોલીસ

મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી એચ ડીવિઝન નાઓ તરફથી મળતી સુચનાઓ જેમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ આચરતા ઇસમો વિરૂધ્ધ સખત પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે મળેલ સુચના આધારે અમો પોલીસ ઈન્સ્પેકટર ડી.વી.રાણા નાઓના સીધા માર્ગદર્શન અને સુચના આધારે.

આજરોજ તારીખ.૦૯/૦૩/૨૦૨૬ ના રોજ પો.સબ.ઈન્સ ડી.બી.મહીડા તથા સર્વેલેન્સ સ્કોડ સ્ટાફના માણસો કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ પ્રયત્નશીલ હતા દરમ્યાનમા લો. ૨ દેવેન્દ્રસિંહ મણિસંહ તથા લો.૨ રાજકુમાર જેસંગભાઈ નાઓને સંયુક્ત ખાનગી બાતમી હકીકત મળેલ કે, “એક મારૂતી સુઝુકી કંપનીની એકસેસ ટુ વ્હીલર નંબર. GJ-01-VD-0334 નો ચાલક જેણે શરીરે લાલ કલરનુ ટી-શર્ટ તથા બ્લ્યુ કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે તે ઇસમ કોઈ જગ્યાએથી ચોરી અથવા છળકપટથી એક્સેસ ગાડી ચોરી તે ગાડી પોતાના કબજામા રાખી અત્રે ગોમતીપુર સલાટનગર થઇ સિલ્વર ફ્લેટ ત્રણ રસ્તાથી પસાર થઇ રાજપુર ટોલનાકા તરફ જનાર છે.” જે બાતમી હકીકત આધારે વોચ તપાસમા રહી ચોરી કરેલ એકસેસની સાથે કા.સં.મા આવેલ કીશોર મળી આવતા વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વાહનચોરીનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

કબજે કરેલ મુદામાલ :

એક સિલ્વર કલરની સુઝુકી કંપનીની એક્સેસ આર.ટી.ઓ નંબર.GJ-01-VD-0334 નો લખેલ હોય જેથી સદરી એકસેસના એન્જીન તથા ચેચીસ નંબર જોતા એન્જીન નંબર.AF216346456 તથા ચેચીસ નંMB8DP12DCL8218875 ના છે. જેની કી.રૂ.૩૦,૦૦૦/- ગણાય તે.

શોધાયેલ ગુનો :-

વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુ.૨.નંબર.૧૧૧૯૧૦૨૮૨૬૦૧૧૦/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩

(૨) મુજબ

કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારી

(૧) શ્રી ડી.બી.મહીડા પો.સબ.ઈન્સ (મુદ્દામાલ હસ્તગત કરનાર)

(૨) હે.કો.નરેશકુમાર ચંદુભાઈ

(૩) પો.કો.ધવલકુમાર ઘનશ્યામભાઈ

(૪) લો.૨.દેવેન્દ્રસિંહ મણિસંહ (બાતમી)

(૫) લો.૨. રાજકુમાર જેસંગભાઈ (બાતમી)

(ડી.વી.રાણા)

પોલીસ ઈન્સ્પેક્ટર ગોમતીપુર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!